Monday 9 February 2015

VALENTINE'S WEEK.


દરેક વર્ષમાં ફેબ્રુઆરી મહિનો યુવાવર્ગ માટે ખૂબ જ ઉત્સાહ અને આનંદનો રહેતો આવ્યો છે. કારણકે આ મહિનામાં મોટાભાગનાં યુવકયુવતિઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુરૂપ અવનવા દિવસોની ઊજવણી કરે છે. Chocolate day થી માંડીને Breakup day સુધીનાં અવનવા દિવસોમાં સૌથી વધુ આકર્ષણ વેલેન્ટાઈન ડે નું રહે છે. હા, એ વાત સાચી છે કે આ દિવસ એ ભારતીય સંસ્કૃતિનો કોઈ પરંપરાગત દિવસ નથી. આ દિવસ પાશ્ચાત્ય લોકો માટે ઊજવણીનો દિવસ છે. આપણે ભારતીયો જે રીતે આ દિવસને મનાવીએ છીએ અને ખરેખર આ દિવસ જે કારણથી મનાવવામાં આવે છે તે બંને વચ્ચે હાથી-ઘોડાનો તફાવત છે.

 પાશ્ચાત્ય તત્વચિંતકો પ્લેટો, અરસ્તુ વગેરેનો એક મત દૃઢ રહ્યો છે કે તમામ ભોગપ્રસાધનો તથા શરીરસુખથી પરમાનંદ પ્રાપ્ત કરી શકાય છે. તેથી આ પ્રકારનાં પરમાનંદની આશાએ ત્યાનાં લોકો લગ્ન કરતાં નથી. તેથી ત્યાં એક શબ્દ પ્રચલિત બન્યો છે Live in Relationship. એટલે કે લગ્ન વિનાં પણ પરિવારની જેમ સાથે રહેવું અને ન ફાવે તો જુદા થઈને ફરીથી જેની સાથે ફાવે તેની સાથે સબંધ બાંધીને રહેવું. આવી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે જે આજકાલ ભારતમાં વકરી રહી છે. 

તો આવા Live in Relation નાં લીધે ત્યાનાં લોકો પરિવાર વસાવી શકતાં નથી કારણકે પરિવાર બનાવવા માટે બાળકને કોઈ કહેનાર તો હોવું જોઈએને કે આ તારા પિતા છે, આ તારી માતા છે. આ કઈ આજકાલનું નથી પરંતુ આશરે 2500 વર્ષથી તે લોકો આજ કરતાં આવ્યાં છે. વચ્ચે વચ્ચે કેટલાક લોકોએ આગળ આવીને આ પરંપરાને બદલવાની કોશિશ કરી પણ તે લોકોને જીવવા દેવામાં ન આવ્યા. તે લોકો સંસ્કૃતિને બગાડે છે તેમ કહીને તેમને મારી નાંખવામાં આવ્યાં. 

આજથી 1300 વર્ષ પહેલાં આવાં જ એક વ્યક્તિએ આ પરંપરાનો વિરોધ કર્યો. બસ એ જ વ્યક્તિ એટલે વેલેન્ટાઈન. તેનો જન્મ 478 ADમાં યુરોપમાં થયો હતો. મૂલતઃ તે ચર્ચનાં પાદરી હતાં અને પાદરી હોવાના નાતે તે લોકોને ઉપદેશ કરીને સમજાવતાં કે લગ્ન કરીને સાથે રહો. પરિવાર બનાવીને સાથે રહો. લગ્નેતર સંબંધોથી તમને નુક્શાન થશે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. આમ જે લોકો વેલેન્ટાઈનની વાત માનતાં તે લોકો લગ્ન કરી લેતાં. એટલે આમ જોવો જઈએ તો વેલેન્ટાઈન આ રીતે ચર્ચમાં લોકોનાં લગ્ન કરાવતાં.

 પણ એકવાર કોઈએ તેને પૂછ્યું કે આપણી સંસ્કૃતિમાં તો આવી લગ્નની પ્રથા નથી તો તમે આવું ક્યાંથી શીખ્યાં ? ત્યારે તેમણે કહ્યું કે હું અત્યારે Eastern સંસ્કૃતિનું અધ્યયન કરી રહ્યો છું. Eastern એટલે ત્યારનાં સમયનું ભારત. એશિયાનાં મોટાભાગનાં દેશોનો તે વખતે ભારતમાં સમાવેશ થતો હતો અને વેલેન્ટાઈન એ ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરતાં હતાં અને તેમણે જ કહ્યું કે Eastern સંસ્કૃતિમાં આવી વાત કરવામાં આવી છે અને આ સંસ્કૃતિ perfect છે. 

આ વાત ત્યારનાં સમયનાં ત્યાનાં રાજા ક્લોડિયસે સાંભળી તો તેણે વેલેન્ટાઈનની ધરપકડ કરી અને તે સંસ્કૃતિને બગાડી રહ્યાં છે તેવો આરોપ મૂકી તેને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યાં. આમ 14 -feb - 498માં તેમને ફાંસી થઈ પરંતુ જેમણે જેમણે વેલેન્ટાઈનની વાત માનીને લગ્ન કર્યા હતાં તેમને ખૂબ દુઃખ થયું અને તેની યાદમાં લોકોએ તે દિવસને વેલેન્ટાઈન ડે તરીકે મનાવવાનું શરૂ કર્યું. આ છે વેલેન્ટાઈન ડે ની હકીકત.

 હવે આજનો સમય જોઈએ. તેમાં પણ ભારતમાં જોઈએ તો મોટા ભાગનો યુવાવર્ગ આ દિવસે અવનવા ગ્રીટીંગ કાર્ડ્સ ખરીદીને એકબીજાને ભેટ આપશે અને પાછું તેમાં લખશે કે Would you be my valentine ? એટલે કે તમે મારી સાથે લગ્ન કરશો ? આવું પાછું એકને જ નહિ બધાંને મોકલશે. નાનાં-નાનાં 12-15 વર્ષનાં બાળકો પણ તેનાં માતા-પિતા અરે દાદા-દાદીને પણ આવા કાર્ડ્સ ભેટ આપતાં હોય છે. કારણ કે તેમને આ પાછળનાં સાચા કારણની ખબર જ નથી હોતી. માટે આપણે સમજીવિચારીને નક્કી કરવાનું છે કે શું આપણે આવાં દિવસો મનાવવા કે નહિ ? અને મનાવવા તો કઈ રીતે મનાવવા ?





 Whatsapp msg…… જેને પોતાની ગર્લફ્રેન્ડ છે તેને HAPPY VALENTIN’S DAY. બાકી બધાં માટે હનુમાન જયંતી આવે જ છે.

No comments:

Post a Comment